gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Wednesday, July 18, 2012

કરારવિન્દેન પદારવિન્દં


 કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દમં મનસા સ્મરામિ
કરકમળથી ચરણકમળને મુખકમળમાં મૂકનારા અને વડના પાનના પડિયામાં સૂતેલા એવા શ્રી બાલમુકુન્દ ભગવાનનું હું મનથી સ્મરણ કરું છું.
શ્રી કૃષ્ણ ગોવિન્દ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ! તું ‘હે કૃષ્ણ ! હે ગોવિન્દ ! હે હરિ ! હે મુરારિ ! હે નાથ ! હે નારાયણ ! હે વાસુદેવ ! વળી હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એ જ અમૃતનું પાન કર. ( એ જ નામોનો જપ કરતી રહે.)
વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ:
દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિન્દ દામોદર માધવેતિ
દહીં વગેરે વેચવાની ઈચ્છાવાળી (પણ) પ્રભુચરણોમાં અર્પણ કરેલી ચિત્ત્વૃત્તિવાળી ગોપકન્યા પ્રભુચરણના મોહને લીધે ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એમ બોલે છે.
ગૃહે ગૃહે ગોપવધૂકદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ
ઘેર ઘેર ગોપસ્ત્રીઓનાં જૂથો સાથે મળીને ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એવા પવિત્ર નામોનો હંમેશા પાઠ કરે છે.
સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા:
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ
પોતાના ઘરે આરામથી સૂતા સૂતા પણ મૃત્યુલોકના માનવીઓ ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એવા વિષ્ણુ ભગવાનના નામોનો જપ કરીને ખરેખર તન્મયતાને પામે છે.
જિહ્વે સદૈવ ભજ સુન્દરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ
સમસ્ત ભક્તાર્તિવિનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ ! તું સદા શ્રીકૃષ્ણનાં ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એવા ભક્તોનાં સર્વ દુ:ખોનો નાશ કરનારાં સુંદર અને મનોહર નામો ભજતિ રહે.
સુખવસાને ઈદમેવ સારં દુ:ખાવસાને ઈદમેવ જ્ઞેયમ્
દેહાવસાને ઈદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ
‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એ પ્રભુના નામો સુખના સમયે ખરો સાર છે; તેમજ દુ:ખના સમયે પણ એ જ નામ જાણવા યોગ્ય છે અને દેહના પ્રયાણકાલે પણ એ જ નામો જપવા યોગ્ય છે.
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણો
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ! તું ‘હે કૃષ્ણ ! હે રાધાવર ! હે ગોકુલેશ ! હે ગોપાલ ! હે ગોવર્ધનનાથ ! હે વિષ્ણુ !’ વળી હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એ જ અમૃતનું પાન કર. ( એ જ નામોનો જપ કરતી રહે.)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home